/connect-gujarat/media/post_banners/b1a009857450cdafbac6cdce4829b53881960282b362fabd7f67f59585a27152.jpg)
ભરૂચના વતનીનો લંડનમાં ડંકો
કાઉન્સિલરની ચૂંટણીમાં જીત હાંસલ કરી
મૂંત્ઝીર પટેલે અપક્ષ તરીકે નોંધાવી હતી ઉમેદવારી
બે હરીફ પક્ષના ઉમેદવારોને હરાવ્યા
20 વર્ષ પૂર્વે લંડનમાં થયા હતા સ્થાયી
ભરૂચના નંદેલાવ ગામના મૂળ વતનીએ લંડનમાં લેંકશાયર કાઉન્સિલરની ચૂંટણીમાં બે હરીફ પક્ષોને હરાવી અપક્ષ તરીકે ભવ્ય જીત હાંસલ કરી છે. ભરૂચના નંદેલાવ ગામના 50 વર્ષીય મૂંત્ઝીર પટેલ 20 વર્ષ પેહલા લંડન બ્લેકબન સ્થાયી થયા હતા.તેઓએ 7 વર્ષ પેહલા લેંકશાયર કાઉન્સિલની ચૂંટણી લીબ્રલ ડેમોક્રેટિક પાર્ટીમાંથી ઉમેદવારી કરી જીતી હતી.જે બાદ લોકોના આગ્રહ પર આ વખતે અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી.
આ વખતે ચૂંટણીમાં તેઓને 1957 મત મળ્યા હતા. સામે કન્ઝરવેટિવ પાર્ટીના ઉમેદવારને માત્ર 85 મત જ્યારે લીબ્રલ પાર્ટીના ઉમેદવારને 740 મત મળ્યા હતા. ચૂંટણીમાં 45 ટકા મતદાન થયું હતું. તેઓની સમાજ સેવાના કારણે તેમને લેંકશાયરના સ્થાનિક લોકોએ ફરી ચૂંટણી લડવા આગ્રહ કરતા ભવ્ય જીત મેળવી ભરૂચનું નામ રોશન કર્યું છે.