ભરૂચ-નર્મદા જિલ્લા સમસ્ત ઘોડિયા સમાજનું સ્નેહમિલન યોજાયું, સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું...

ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ભરૂચ તથા નર્મદા જિલ્લા સમસ્ત ઘોડિયા સમાજના 12મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ-નર્મદા જિલ્લા સમસ્ત ઘોડિયા સમાજનું સ્નેહમિલન યોજાયું, સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું...

ભરૂચ શહેરના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ભરૂચ તથા નર્મદા જિલ્લા સમસ્ત ઘોડિયા સમાજના 12મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ તથા નર્મદા જિલ્લા સમસ્ત ઘોડિયા સમાજ દ્વારા ભરૂચ શહેરના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે 12મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય થકી પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા જળવાઈ રહે અને એક બીજાને મેળ પરિચય કેળવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સમાજના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ અન્ય સ્થળે નોકરી કરતા લોકોનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જંબુસરના પ્રાંત અધિકારી મહેશ પટેલ, આહવાના નિવૃત્ત કલેક્ટર જયસુખ પટેલ, વાલિયાના પ્રમુખ પંકજ પટેલ, મહિલા પ્રમુખ પ્રજ્ઞા પટેલ, ડો. કુંતલ પટેલ સહિત મોટી સાંખ્યમાં ભરૂચ-નર્મદા જિલ્લા સમસ્ત ઘોડિયા સમાજના આગેવાનો તેમજ સમાજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories