New Update
/connect-gujarat/media/post_banners/503b7df8d8a7b94b1871948c5ea9687cc12e0610261d0e5310780a98080389f0.jpg)
નવરાત્રી મહોસત્વ તેના મધ્યમ ચરણમાં પહોંચ્યો છે ત્યારે હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલ આર.કે.વકીલ હાઇસ્કુલ અને અલ્કાબા પ્રાઈમરી શાળા ખાતે મહા આરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનો અને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ જગત જનનીની માં જગદમ્બાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી અને ગરબાના તાલે શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ જુમી ઉઠ્યા હતા.
આ કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન જયેશ પટેલ,હાંસોટ કેળવણી મંડળના પ્રમુખ કેરસિંહ ઈલાવિયા, આર.કે.વકીલ હાઇસ્કુલ શાળાના આચાર્ય ધર્મેશ જોશી, અલ્કાબા પ્રાઈમરી શાળાના આચાર્ય જીગ્નેશ પટેલ તેમજ શાળા પરિવાર સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/14/bharcuh-2025-07-14-22-02-18.jpg)
LIVE