Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઈલેક્ટ્રીક ટુ વ્હીલર સ્કુટર્સના નવા શોરૂમ નર્મદા ગ્રીમનીટીનો શુભારંભ, વિવિધ ફીચર્સ સાથેના ઇ સ્કુટર્સ મળશે

ભરૂચમાં બેટરી કંપનીના ઈલેક્ટ્રીક ટુ વ્હીલર સ્કુટર્સના નવા શોરૂમ નર્મદા ગ્રીમનીટીનો શુભારંભ કરાયો.

X

ભરૂચમાં બેટરી કંપનીના ઈલેક્ટ્રીક ટુ વ્હીલર સ્કુટર્સના નવા શોરૂમ નર્મદા ગ્રીમનીટીનો શુભારંભ કરાયો.

સાંપ્રત સમયમાં એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાનને આંબી રહ્યા છે અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે ત્યારે ઈલેક્ટ્રીક વ્હીકલ્સ વાપરવાનો સમય આવી ગયો છે. જેને અનુલક્ષીને ભરૂચ ખાતે બેટરી કંપની દ્વારા નિર્મિત ઈલેક્ટ્રીક ટુ વ્હીલર સ્કુટર્સના નવા શોરૂમનો શુભારંભ થયો હતો.નર્મદા ગ્રીમનીટી દ્વારા ભરૂચ જિલ્લામાં બેટરી કંપનીના ઇલેક્ટ્રિક વ્હીકલસની વિવિધ રેન્જના મોડલ્સની ડીલરશીપ લોન્ચ કરવામાં આવી છે. ભરૂચના બીઝનેસ હબ તરીકે જાણીતા આર.કે.કાસ્ટા ખાતે આ શો રૂમ નો શુભારંભ રવિવાર ના રોજ કરાયો હતો.

આ શો રૂમ નું ઉદ્ઘાટન નટવરલાલ લાલપુરવાલા તથા વિશ્વવિખ્યાત લોકગાયક અભેસિંહ રાઠોડના વરદ હસ્તે રીબીન કટિંગ કરી કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પરિવારજનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.શોરૂમના માલિક શરવીન નરેશભાઇ ઠક્કર, ડીમ્પેશ ગુપ્તા તથા કલ્પેન કચ્છડીયાને અભિનંદન પાઠવ્યા હતા. નર્મદા ગ્રીમેનિટી ખાતે વિવિધ સ્પીડ રેન્જના આકર્ષક કલર્સ અને ફીચર્સ સાથેના વિવિધ ઇ સ્કુટર્સના મોડલ્સ ઉપલબ્ધ રહેશે.

Next Story