/connect-gujarat/media/post_banners/ed6f79b58bf8cbcb1bf8eea2243aa15e8659703ab8420bd5c7cb9e93648bca1a.jpg)
આગામી તા. 22મી માર્ચના રોજ વર્લ્ડ વોટર-ડેની ઉજવણીના ભાગરૂપે પાણીની મહત્વતા અને પાણી બચાવો અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓની સમજૂતી આપવામાં આવી હતી. ઇન્ટરેક્ટ ક્લબ ઓફ SVMS એચિવર્સ અને અને SVM સ્કૂલના સંયુક્ત ઉપક્રમે પાણી બચાવો વિષય પર નુક્કડ નાટક યોજવામાં આવ્યું હતું. વિવિધ મુદ્દે પાણીનો ઉપયોગ અને પાણીના બચાવને લઈને વિદ્યાર્થીઓને સમજ અપાય હતી. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર રીતે પાણીનો દુરુપયોગ થતો અટકાવો, કેવી રીતે પાણીનો બચાવ કરવાનો સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓએ તે માટે જુદા જુદા પ્લેકાર્ડ જેવા કે, "સેવ લાઈફ, વોટર ઇસ લાઈફ ડોન્ટ વેસ્ટ ઈટ"ના સૂત્ર દ્વારા નુક્કડ નાટકના માધ્યમથી લોકોને પાણી બચાવવાનો સંદેશ આપ્યો હતો.