ભરૂચ : કોરોનાની દહેશત હોવાથી અભ્યાસક્રમ ટુંકો કરી પરીક્ષા લેવા NSUI ની માંગણી

ઓમીક્રોનના કેસ વધી રહયાં હોવા છતાં સરકાર શાળા- કોલેજો બંધ કરતી નથી ત્યારે એનએસયુઆઇએ અભ્યાસક્રમ ટુંકો કરી પરીક્ષા લેવામાં આવે તેવી માંગણી

New Update
ભરૂચ : કોરોનાની દહેશત હોવાથી અભ્યાસક્રમ ટુંકો કરી પરીક્ષા લેવા NSUI ની માંગણી

રાજયમાં ઓમીક્રોનના કેસ વધી રહયાં હોવા છતાં સરકાર શાળા- કોલેજો બંધ કરતી નથી ત્યારે એનએસયુઆઇએ અભ્યાસક્રમ ટુંકો કરી પરીક્ષા લેવામાં આવે તેવી માંગણી કરી છે.

કોરોનાનો કહેર ઓછો થયાં બાદ શાળાઓ તથા કોલેજો રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. શાળા અને કોલેજોમાં માંડ વિદ્યાર્થીઓ આવતાં થયાં હતાં ત્યારે ઓમીક્રોને માથુ ઉંચકયું છે. કોરોનાની અગાઉની લહેરો દરમિયાન શાળા અને કોલેજો બંધ કરી ઓનલાઇન શિક્ષણની પધ્ધતિ અપનાવવામાં આવી હતી પણ ગામડાઓમાં વિદ્યાર્થીઓ પાસે અપુરતી સુવિધા તેમજ નેટવર્કના ધાંધિયાના કારણે તેઓ પુરતું શિક્ષણ મેળવી શકયાં ન હતાં. હવે કોરોનાનો ફરીથી વાવર છે ત્યારે શાળા અને કોલેજોમાં અભ્યાસક્રમ ટુંકાવી પરીક્ષા લેવામાં આવે તેવી માંગણી એનએસયુઆઇએ કરી છે. ભરૂચમાં એનએસયુઆઇના કાર્યકરોએ આ માંગણી સાથે તંત્રવાહકોને આવેદનપત્ર આપ્યું હતું. વધુમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે કોરોનાના કેસ વધી રહયાં હોવા છતાં રાજયના શિક્ષણ મંત્રી શાળાઓ અને કોલેજો બંધ કરવાનો નિર્ણય લેતાં નથી અને શાળાઓ અને કોલેજોને ફી ઉઘરાવવાની છુટ આપી રહયાં હોય તેમ લાગી રહયું છે.

Latest Stories