ભરૂચ : દિવાળી પર્વે જરૂરિયાતમંદોના જીવનમાં ભાજપે પાથર્યું અજવાળું, કર્યું હેપ્પીનેસ કીટનું વિતરણ...

પ્રકાશના પર્વ થકી જરૂરીયાતમંદ બાળકોમાં પ્રકાશ પાથરવાનો પ્રયાસ કરવાના હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

ભરૂચ : દિવાળી પર્વે જરૂરિયાતમંદોના જીવનમાં ભાજપે પાથર્યું અજવાળું, કર્યું હેપ્પીનેસ કીટનું વિતરણ...
New Update

પ્રકાશના પર્વ થકી જરૂરીયાતમંદ બાળકોના જીવનમાં પ્રકાશ પાથરવાના શુભ આશયથી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને યુવા ભાજપ દ્વારા ભરૂચ પાલિકા વિસ્તારના અયોધ્યા નગરની સેવા વસ્તીમાં હેપ્પીનેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


દિવાળીને પ્રકાશરૂપી પર્વ માનવામાં આવે છે. પ્રકાશના પર્વ થકી જરૂરીયાતમંદ બાળકોમાં પ્રકાશ પાથરવાનો પ્રયાસ કરવાના હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં ભારતીય જનતા પાર્ટી અને યુવા ભાજપ આગળ આવ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા અને યુવા ભાજપ ભરૂચ જીલ્લાના પ્રમુખ ઋષભ પટેલની પ્રેરણાથી ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4ના અયોધ્યા નગરની સેવા વસ્તીમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા, મીઠાઈ, બિસ્કીટ અને ફરસાણ સહિતની ઉપયોગી ચીજવસ્તુઓને હેપ્પીનેસ કીટ થકી તૈયાર કરી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંદેશ સાથે દિવાળીના સમયે જરૂરિયાતમંદ લોકોના ઘરમાં અજવાળું પથરાય અને આવનારું વર્ષ પણ સુખમય સમૃદ્ધમય રહે તેવા હેતુથી જીવન જરૂરી સામગ્રીઓનું કીટનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી. આ પ્રસંગે ભરૂચ જીલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ અને વિનોદ પટેલ, જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ અમિત ચાવડા, યુવા મોરચાના દક્ષ પંડ્યા, ભાવેશ મિસ્ત્રી, હેમદીપ પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સહિતના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #Gujarat #CGNews #distributed #BJP #light #Diwali #lives #happiness kit
Here are a few more articles:
Read the Next Article