ભરૂચ : પડતર માંગણીઓના મુદ્દે જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરાય...

ભરૂચ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આચાર્ય, શિક્ષકોની ભરતી સહિત અન્ય પડતર માંગણીઓ મુદ્દે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ : પડતર માંગણીઓના મુદ્દે જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરાય...
New Update

ભરૂચ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આચાર્ય, શિક્ષકોની ભરતી સહિત અન્ય પડતર માંગણીઓ મુદ્દે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલક, શિક્ષકો અને આચાર્યની ભરતીની માંગણીઓના મુદ્દે ભરૂચ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવાયું હતું કે, શાળાઓનું નવું સત્ર શરૂ થાય તે પહેલા તમામ ઠરાવ બહાર પાડવાની જાહેરાત કરાય હતી. પરંતુ શાળા શરૂ થયાને દોઢેક માસ થયા હોવા છતાં હજુ પણ મોટાભાગની શાળાઓમાં શિક્ષક, કારકુન, પટાવાળા, ગ્રંથપાલ, લેબ ટીચર વગેરે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ ખાલી પડી છે. તો બીજી તરફ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળઓના પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ્દ કરી વર્ગ આધારિત ગ્રાન્ટમાં સુધારો કરી પરિપત્ર કરવા સહિતની પડતર માંગણીઓ અંગે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય હતી. જો, આ માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવે તો તા. 24 જુલાઇ 2023ના રોજ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવા સાથે ઉગ્ર આંદોલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #complaint letter #Submitted #District Education Union Coordination Committee
Here are a few more articles:
Read the Next Article