ભરૂચ : નગરપાલિકાના સૂચિત વેરા વધારા મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને, જુઓ કેવા કર્યા આક્ષેપ..!

New Update
ભરૂચ : નગરપાલિકાના સૂચિત વેરા વધારા મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને, જુઓ કેવા કર્યા આક્ષેપ..!

ભરૂચ નગરપાલિકાના સૂચિત વેરા વધારાનો મુદ્દો ફરીવાર ઉછળ્યો

રૂપિયા આપી વાંધા અરજીઓ કરાય છે એકત્ર : કારોબારી અધ્યક્ષ

ભાજપ વિસ્તારમાંથી અરજીઓ આવતા સત્તાપક્ષ બોખલાયું : વિપક્ષ

ભરૂચ નગરપાલિકામાં સૂચિત વેરા વધારાને લઈ બોર્ડની મિટિંગમાં સત્તા પક્ષે બહુમતીના જોરે ઠરાવને મંજૂર કરતા વિપક્ષોએ પણ વાંધા અરજીઓનો ખડકલો કરવા માટે મહા અભિયાન ઉપાડી લેતા ચૂંટાયેલા ભાજપના જ નગરસેવકોના વિસ્તારમાંથી વાંધા અરજીઓનો ખડકલો થતાં સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયું છે. વિપક્ષીઓએ સૂચિત વેરા વધારાનો વિરોધ દર્શાવ્યો હતો. છતાં પણ સત્તા પક્ષે પોતાની મનમાની કરી સૂચિત વેરા વધારાના ઠરાવને પસાર કર્યો હતો. તો બીજી તરફ, સૂચિત વેરા વધારા માટે વાંધા અરજીઓ મંગાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ વિપક્ષીઓએ 500-500 રૂપિયામાં માણસો ઊભા કરી વાંધા અરજીઓ એકત્ર કરાવી હોય તેવો આરોપ કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલાએ કર્યો છે

Bharuch: On the issue of the proposed tax increase of the municipality, the ruling party and the opposition faced each other, see how they made accusations..!તો બીજી તરફ, કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલાના નિવેદન સામે વિપક્ષો પણ લાલઘૂમ બન્યા છે. વિપક્ષે પણ આક્ષેપ કર્યો છે કે, સત્તા પક્ષના કારોબારી અધ્યક્ષ તેમના જ વિસ્તારમાંથી વાંધા અરજીઓનો ખડકલો થતા તેઓ બોખલાઈ ગયા છે. વિપક્ષીઓના મહા અભિયાનમાં 2500થી વધુ વાંધા અરજીઓ અને 500થી વધુ બેનર આગામી તા. 29 મીના રોજ નગરપાલિકાના ચીફ ઓફિસરને અર્પણ કરવામાં આવનાર છે. જેના કારણે ભાજપના નગર સેવકોના વિસ્તારમાંથી વાંધા અરજીઓ વધુ પ્રમાણમાં આવતા સત્તાપક્ષ બોખલાઈ ગયું હોવાનો પાલિકા વિપક્ષના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ આક્ષેપ કર્યો હતો.

Latest Stories