Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શનિ જન્મોત્સવ નિમિત્તે પાંજરાપોળ ખાતે આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો...

શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે શનિ જન્મોત્સવ નિમિત્તે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે શનિ જન્મોત્સવ નિમિત્તે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તથા નિયામક આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા નિર્દેશિત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત-ભરૂચ તથા ભરૂચ પાંજરાપોળ દ્વારા શ્રી શનિ જન્મોત્સવ નિમિત્તે મફત આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9થી બપોરે 12 કલાક દરમ્યાન આયોજિત આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પમાં જનરલ ઓપીડી, ચામડીના રોગ, ડાયાબીટીસ, બ્લડપ્રેસર, થાઈરોઈડ, હરસ મસા અને ભગંદર સહિતના રોગની તમામ સેવાઓ વિનામુલ્યે આપવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે પાલિકા શાસક પક્ષના દંડક ભાવિન પટેલ, વોટર વર્કસ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story