Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આમોદ ગામ સ્થિત પાલેશ્વર મહાદેવ મંદિરે યોજાયા વિવિધ ધાર્મિક કાર્યક્રમો...

1200 વર્ષથી પણ પુરાણા પાલેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આમોદ ગામ સ્થિત પાલેશ્વર મહાદેવ મંદિરે યોજાયા વિવિધ ધાર્મિક કાર્યક્રમો...
X

ભરૂચ જિલ્લાના આમોદ ગામમાં આવેલ 1200 વર્ષથી પણ પુરાણા પાલેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચના આમોદ ગામના વાટા વિસ્તાર સ્થિત 1200 વર્ષથી પણ પુરાણા એવા પાલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતી અને રાત્રી ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિર પુરાણું અને વણજાર વખતે સ્વયંભૂ મંદિર હોવાથી તેનો અનેરો ઇતિહાસ રહ્યો છે. આ મંદિરમાં બધાની માનતા પૂર્ણ થતી હોવાથી આમ તો દરરોજ ભાવિક ભક્તોની ભીડ ઉમટતી હોય છે, પણ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાનના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પાલેશ્વર મહાદેવના આશિષ લીધા હતા.

Next Story