Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઉમરાજ ગામે વન કુટીર અને ડોર-ટુ-ડોર વાહનનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરાયું...

ઉમરાજ ગામ પંચાયતની હદમાં રૂ. 44 લાખ ઉપરાંતના ખર્ચે ભરૂચના ધારાસભ્યના હસ્તે વિકાસના કામોની લોકાર્પણ વિધિ યોજાય હતી.

ભરૂચ : ઉમરાજ ગામે વન કુટીર અને ડોર-ટુ-ડોર વાહનનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરાયું...
X

ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામ પંચાયતની હદમાં રૂ. 44 લાખ ઉપરાંતના ખર્ચે ભરૂચના ધારાસભ્યના હસ્તે વિકાસના કામોની લોકાર્પણ વિધિ યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ તાલુકામાં આવેલા ઉમરાજ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચના ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્ય,ગ્રામ પંચાયત અને 15માં નાણાં પંચની ગ્રાન્ટ મળીને કુલ રૂ. 44.43 લાખના ખર્ચે વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો કરવામાં આવ્યા હતા. આ કામોમાં ઉમરાજ ગામમાં ડોર ટુ ડોર કચરો ભરવા માટે ટેમ્પો તેમજ ગામમાં વન કુટિરનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીના હસ્તે રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓબીસી મોરચાના પ્રદેશ કોષાધ્યક્ષ અનિલ રાણા, તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોષી, ઉમરાજ ગામના સરપંચ રણજીત વસાવા સહિત આસપાસ ગામના સરપંચ, ઉપસરપંચ, ગામ સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story