Connect Gujarat
ભરૂચ

ભરૂચ: રમઝાન ઈદના તહેવાર પૂર્વે તમામ વોર્ડમાં સાફ-સફાઈ કરાવવા વિપક્ષ કોંગ્રેસની માંગ

X

ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને પાઠવાયુ આવેદનપત્ર

વિપક્ષ કોંગ્રેસનાં સભ્યોએ આવેદનપત્ર પાઠવ્યુ

રમઝાન ઈદ પૂર્વે સાફ સફાઈ કરાવવાણી માંગ

ભરૂચ નગર પાલિકાના વિપક્ષી નેતા અને સ્થાનિક નગર સેવકોએ ઇદના તહેવારને લઇ રસ્તાઓનું પેચવર્ક સહિતની કામગીરી કરવા મુદ્દે મુખ્ય અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

ભરૂચ નગર પાલિકાના મુખ્ય અધિકારી દશરથ ગોહિલને ભરૂચ નગર પાલિકાના વિપક્ષી નેતા સમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના નગર સેવકોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર હાલ ચૈત્ર માસની પુર્ણાહુતી થવા જઈ રહી છે અને રમઝાન માસ પૂર્ણ થતા જ રમઝાન ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ભરૂચ શહેરના તમામ વોર્ડમાં સાફ-સફાઈ,ગટર ગંદકી દુર કરવા સાથે રસ્તાઓનું પેચવર્ક, ડીડીટી પાઉડરનો છંટકાવ,ધાર્મિક સ્થળો પાસે સાફ-સફાઈ કરવા ઉપરાંત જે કામો મંજૂર કરવામાં આવ્યાં છે તેની કામગીરી પૂર્ણ કરવા સાથે પેન્ડીંગ કામો વહેલી તકે કરવા માંગ કરવામાં આવી છે.


Next Story