/connect-gujarat/media/post_banners/5b9148fdd93ab540de7dbd993ecf5137720feac4fd3232f98131ebd4739a619b.webp)
ભરૂચ જિલ્લામાં આવેલી વિવિધ કંપનીઓ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાની રામદેવ કેમિકલ ઈન્ટ્રસ્ટીઝ, સન ફાર્મા, હાઇકલ લિમીટેડ, વગેરે જેવી કંપનીમાં મતદાનનું પ્રમાણ વધે તેવા ઉદ્દેશ્ય સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/b61360644672a59f0db2a5fc3f18381baa1cedcaf063efad01b4cafbbbfc6355.webp)
આ કાર્યક્રમમાં કર્મચારીઓ અને કામદારોને લોકશાહીને વધુ મજબૂત કરવા માટે મહત્તમ સંખ્યામાં મતદાન કરીને આગામી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. કંપનીનાં તમામ કર્મચારીઓને ચૂંટણી પંચના હેલ્પલાઇન નંબર, એપ્લિકેશન સહિતની વિવિધ સુવિધાઓ બાબતે પણ જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ આ દીને મતદાન માટેની જાહેર રજાની જાણ કરી “સહપરિવાર અવશ્ય મતદાન”નો સંકલ્પ લેવામાં આવ્યો હતો, ઉપરાંત સિગ્નેચર કેમ્પેનનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.