/connect-gujarat/media/post_banners/8160b9fe705797d2dde1cc795e8ce0e81c03331fb95a9bcc067ae03b19ced161.jpg)
ભરૂચમાં ઉત્તરાયણનું પર્વ કોઇ પરિવાર માટે મોતની સજા ન બની જાય તે માટે પ્રોલાઇફ ફાઉન્ડેશન અને કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલ તરફથી વાહનચાલકોને વિનામુલ્યે સેફટીગાર્ડ આપવામાં આવ્યાં...
ભરૂચના ભુગૃઋુષિ બ્રિજ પરથી પસાર થતી માતા અને પુત્રી કપાયેલી પતંગના દોરાની અડફેટમાં આવી ગયાં હતાં. પુત્રીની નજર સામે જ માતાએ જીવ ગુમાવી દીધો હતો. આ ઘટના બાદ વાહનચાલકોને તેમની સલામતીની ચિંતા સતાવી રહી હતી. ભરૂચ પોલીસે તાબડતોડ સેફટીગાર્ડનું વિતરણ શરૂ કર્યું હતું. ભરૂચ પોલીસના આ ઉમદા કાર્યમાં પ્રોલાઇફ ફાઉન્ડેશન અને કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલ સહભાગી બની છે. બંને સંસ્થાઓ તરફથી 500 જેટલા સેફટીગાર્ડ પોલીસ વિભાગને આપવામાં આવ્યાં. પાંચબત્તી સર્કલ ખાતે ડીવાયએસપી વિકાસ સુંડાના હસ્તે વાહનચાલકોને વિનામુલ્યે સેફટીગાર્ડ આપવામાં આવ્યાં હતાં. પ્રોલાઇફ ફાઉન્ડેશનના કરણ જોલી અને કનેકટ ગુજરાતના યોગેશ પારીકના પ્રયાસોથી વાહનચાલકોને સેફટીગાર્ડ પ્રાપ્ત થયાં છે. ડીવાયએસપી વિકાસ સુંડાએ આ પ્રયાસને બિરદાવી પ્રોલાઇફ ફાઉન્ડેશન અને કનેકટ ગુજરાતને અભિનંદન આપ્યાં છે.