/connect-gujarat/media/post_banners/7064775d9f218ddd8833096c79d5cf54d1fab56c843f354446b58a2cbe3b11e6.jpg)
ભરૂચ જંબુસર આમોદને જોડતા પુલની બિસ્માર હાલત
બ્રિજ પર મસમોટા ખાડા પડતા લોકોને હાલાકી
બ્રિજનું સમારકામ કરાવવા લોકોની માંગ
ભરૂચના જંબુસર આમોદ વચ્ચે આવેલ ઢાઢર નદીના પુલની દયનિય પરિસ્થિતિ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર ૬૪ ઉપર આમોદ - જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીના પુલની પરિસ્થિતિ એટલી દયનીય છે કે બ્રિજ ઉપરના રોડ ઉપર એવા ખાડા પડેલ છે કે જેમાંથી નદીમાં વહેતું પાણી પર જોઈ શકાય છે.આ બ્રિજ પરથી કચ્છ,કાઠીયાવાડ અને સુરત દહેજ તરફ જતા ભારે વાહનોની અવર-જવર ૨૪ કલાક રહે છે.
હાલ બ્રિજ ઉપર એવા ઊંડા ખાડા પડેલ છે કે રોડ બનાવવાના ઉપયોગમાં લેવાયેલા સળિયા પણ દેખાય છે. જો આ બ્રિજ ઉપરના રોડની કામગીરી તાત્કાલિક કરવામાં નહીં આવે તો મોટો અકસ્માત થવાની શક્યતા રહેલ છે.