/connect-gujarat/media/post_banners/df3adbbd345d7b434a93b1d992a57170c8cee2514f338ccfde9e437204cf958f.jpg)
મળતી માહિતી અનુસાર, આમોદ શહેરના પુરસા રોડ પર નવીનગરી વિસ્તારમાં રહેતા 54 વર્ષીય ઐયુબ અભરમ ખોખર કે, જેઓ દૂધ લેવા માટે જઈ રહ્યા હતા. તે વેળાએ આમોદ-જંબુસરને જોડતા હાઇવે નંબર 64 પર માર્ગ ઓળંગતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલ પિક-અપ ટેમ્પોના ચાલકે માર્ગ પસાર કરી રહેલ ઐયુબ ખોખરને ટક્કર મારી હતી.
આ ઘટનામાં રાહદારી ઐયુબ ખોખરનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહને PM અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.