ભરૂચ : તાંત્રિકે 5 વર્ષીય બાળકી સાથે અડપલા કરતાં લોકોએ ઢીબી નાખ્યો, પોસ્કો એક્ટ હેઠળ પોલીસની કાર્યવાહી...

New Update
ભરૂચ : તાંત્રિકે 5 વર્ષીય બાળકી સાથે અડપલા કરતાં લોકોએ ઢીબી નાખ્યો, પોસ્કો એક્ટ હેઠળ પોલીસની કાર્યવાહી...

તાંત્રિકે 5 વર્ષીય બાળકી સાથે કર્યા શારીરિક અડપલા

ભેગા થયેલા લોકોએ તાંત્રિક અને તેની પત્નીને ઢીબી

અપહરણ અને પોસ્કો એકટ હેઠળ પોલીસની કાર્યવાહી

મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ એક ગામની સોસાયટીમાં રહેતા એક તાંત્રિકે 5 વર્ષીય બાળકીને ઘરમાં લઈ જઈ તેણી સાથે અડપલા કરવા તેમજ તેના ઉપર તાંત્રિક વિદ્યા કરતો હોવાના આક્ષેપ થતાં સોસાયટીના લોકોએ દોડી આવી તાંત્રિક અને તેની સાથે રહેલી મહિલાને ઢીબી નાખી હતી. ભરૂચ સી’ ડિવીઝન પોલીસ મથકની માહિતી મુજબ ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે, સોસાયટીમાં રહેતા એક તાંત્રિક શિવ દયાલ શ્રીવાસ્તવ મહિલાઓ સાથે ચેનચાળા કરે છે. ગુરુવારની રાત્રીએ ફરિયાદીની 5 વર્ષની દીકરી ઘરમાં ન મળતા તેની શોધખોળ શરૂ કરી હતી, અને સોસાયટી નજીક દીકરીની માતાએ બૂમો પાડતા તાંત્રિકના એક ઘરમાંથી દીકરીનો અવાજ આવ્યો હતો.

તાંત્રિકે પોતાના ઘરમાં તાંત્રિક વિદ્યા કરવા સાથે હેરાનગતિ કરતો હોય અને 5 વર્ષની દીકરી તાંત્રિકના ઘરમાંથી મળી આવતા રોષે ભરાયેલા સોસાયટીના રહીશોએ તાંત્રિકના ઘરમાં ઘૂસી તાંત્રિક શિવ દયાલ શ્રીવાસ્તવ અને તેની સાથે રહેલી મહિલા માલા શ્રીવાસ્તવને ઢીબી નાખ્યા હતા. ઇજાગ્રસ્ત તાંત્રિક શિવ દયાલ શ્રીવાસ્તવ તેની સાથે રહેલી મહિલા માલા શ્રીવાસ્તવને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ દરમિયાન શુક્રવારની મોડી રાત્રે તાંત્રિક સામે સોસાયટીમાં જે દીકરીને તાંત્રિક તેના ઘરમાં લઈ ગયો હતો તેની માતાએ તાંત્રિક અને મહિલા સામે શારીરિક અડપલા અને અપહરણ તેમજ પોસ્કો એક્ટ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે સિવિલમાં સારવાર લઈ રહેલા તાંત્રિક શિવ દયાલ શ્રીવાસ્તવ અને તેની સાથે રહેલી મહિલા માલા શ્રીવાસ્તવની અટકાયત કરવાની કવાયત હાથ ધરી હતી. જે અંગે ભરૂચના ડીવાયએસપી સી.કે.પટેલે કે, તાંત્રિક શિવ દયાલ શ્રીવાસ્તવ અને તેની સાથે રહેલી મહિલા માલા શ્રીવાસ્તવને પણ ઇજા થઇ હોય પોલીસે તેમના નિવેદન લેવાની કવાયત કરી છે. ઇજાગ્રસ્ત તાંત્રિક અને તેની સાથે રહેલી મહિલાઓએ પણ સોસાયટીના રહીશો ઉપર માર માર્યાનો આક્ષેપ કરી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે હાલ પોલીસે તાંત્રિક અને મહિલા સામે અપહરણ અને પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories