ભરૂચ : દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવા લોકોને જાગૃત કરાયા, પોસ્ટ વિભાગે યોજી સુકન્યા યોજના જાગૃતતા રેલી

New Update
ભરૂચ : દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવા લોકોને જાગૃત કરાયા, પોસ્ટ વિભાગે યોજી સુકન્યા યોજના જાગૃતતા રેલી

સુકન્યા યોજના અંતર્ગત જાગૃતતા રેલીનું આયોજન કરાયુ

લાલ બજાર પોસ્ટ ઓફિસથી પાંચબત્તી સુધી યોજાય રેલી

પોસ્ટ વિભાગમાં વધુ ખાતા ખોલવા લોકોને પ્રેરિત કરાયા

દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે ભારત સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી કે, વ્હાલી દીકરી યોજના, લાડલી લક્ષ્મી યોજના, સાયકલ સહાય યોજના સહિત આ ઉપરાંત બચત યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમાં કેટલીક યોજનાઓમાં આવકવેરા મુક્તિ અને ઉચ્ચ વ્યાજ દર પણ આપવામાં આવે છે. જેથી લોકો આ યોજનાઓમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થાય અને દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરે તેમજ કેન્દ્ર સરકારની આ યોજનાઓનો લાભ છેવાડાની દીકરીઓ સુધી પોહોચે તેવા ઉદ્દેશથી ભરૂચ શહેરના લાલ બજાર સ્થિત પોસ્ટ ઓફીસની ટપાલ શાખા દ્વારા જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી લાલ બજાર પોસ્ટ ઓફીસથી નીકળી પાંચબત્તી સુધીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જેમાં લોકો વધુને વધુ પોસ્ટ વિભાગમાં પોતાની દીકરીઓના ખાતા ખોલાવે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

#Bharuch #ConnectGujarat #daughters #Post Department organized #Sukanya Yojana awareness rally
Latest Stories