ભરૂચ: કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘ દ્વારા પડતર પ્રશ્ને કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર

ભરૂચ જીલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘ દ્વારા પડતર માંગણીઓ મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચ: કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘ દ્વારા પડતર પ્રશ્ને કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર
New Update

ભરૂચ જીલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘ દ્વારા પડતર માંગણીઓ મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ જીલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘના કર્મચારીઓએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સમાન કામ, સમાન વેતન,વર્ષોથી સેવા બજાવતા કોન્ટ્રકટ આધારિત કામદારોને કાયમી કરવા સહિતના પડતર પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી કોઈપણ જાતના પગલા નહિ ભરવામાં આવતા શનિવારથી ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી પડ્યા છે અને જો તેઓના પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

#Bharuch #Collector #contract #pending #Rojamdar Mahasangh #outsourcing
Here are a few more articles:
Read the Next Article