ભરૂચ: નિકોરા આનંદીમાં મેડિકલ સેન્ટરમાં ફેકો મશીનનું લોકાર્પણ કરાયું, મોતિયાના ઓપરેશનમાં રહેશે સરળતા

નિકોરા આનંદીમાં મેડિકલ સેન્ટર ખાતે ડેક્કન ફાઇન કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની અંકલેશ્વર દ્વારા ફેકો મશીનનું લોકાર્પણ કરાયું.

New Update
ભરૂચ: નિકોરા આનંદીમાં મેડિકલ સેન્ટરમાં ફેકો મશીનનું લોકાર્પણ કરાયું, મોતિયાના ઓપરેશનમાં રહેશે સરળતા

ભરૂચના નિકોરા આનંદીમાં મેડિકલ સેન્ટર ખાતે ડેક્કન ફાઇન કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની અંકલેશ્વર દ્વારા ફેકો મશીનનું લોકાર્પણ કરાયું.

ભરૂચ તાલુકાના નિકોરા ગામે ધ્યાની ધ્યાન આશ્રમ આનંદી માં મેડિકલ સેન્ટર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગને નિશુલ્ક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જેવી કે જનરલ ઓપીડી,ડેન્ટલ ફિઝિશિયન ઓર્થોપેટીક અને ખાસ આંખોના રોગોનું નિદાન અને સર્જરીમાં ખૂબ જ સારા એવા લોકોને મદદરૂપ થઈ રહ્યા છે અને આંખોના રોગોના દર્દીઓની સર્જરી પણ કરી રહ્યા છે ત્યારે આ કાર્યને હજુ વધુ વેગ આપવા માટે આ કાર્યને વધુ આગળ કરવા માટે ડેક્કન ફાઈન કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની અંકલેશ્વર દ્વારા નિકોરા ધ્યાની ધામ આશ્રમ આનંદી માં મેડિકલ સેન્ટરને ફેકો મશીન અર્પણ કરાયું ઉલ્લેખનીય છે કે આનંદી મા મેડિકલ સેન્ટર દ્વારા દર અઠવાડિયે 10 થી 15 લોકોના મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવે છે.આ પ્રસંગે ડેક્કન કંપનીના યુનિટેડ હેડ પરાગ શાહ સી એસ આર એન એચ આર હેડ વિપુલ રાણા સિનિયર મેનેજર એચ આર હેડ રાહુલ શાહ અને ધ્યાની ધામ આશ્રમના મેડિકલ હેડ ડોક્ટર રાજેશ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories