ભરૂચ: પોલીસ દ્વારા સિનિયર સિટીઝન માટે સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનનો પ્રારંભ

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા સિનિયર સિટીઝન માટે સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update
ભરૂચ: પોલીસ દ્વારા સિનિયર સિટીઝન માટે સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનનો પ્રારંભ
Advertisment

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા સિનિયર સિટીઝન માટે સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Advertisment

વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમમાં વધારો થયો છે અને તેનો ભોગ મોટેભાગે સિનિયર સિટીઝન બનતા હોય છે ત્યારે જિલ્લાના સિનિયર સિટીઝન ને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવા ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા રાજ્યવ્યાપી સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લામાં તેની શરૂઆત કરવામાં આવી.જે અંતર્ગત ભરુચ નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતા હેઠળ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં કાર્યરત SHE ટીમના કર્મચારીઓને જીલ્લા તાલીમ કેન્દ્ર ખાતે સિનિયર સીટીઝનોને સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે જાણકારી આપવા બાબતની જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં વયસ્ક નાગરિકોએ લાભ લઈ સાઇબર ક્રાઇમ અંગેની માહિતી મેળવી હતી

Latest Stories