Connect Gujarat
ભરૂચ

ભરૂચ: દહેજની ગુમાનદેવ કેમિકલ કંપનીમાંથી જ્વલનશીલ સોલ્વન્ટનો મોટો જથ્થો પોલીસે કર્યો સિઝ

ગુમાનદેવ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક દ્વારા પોતાની કંપનીમાં શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટ ભરેલા બેરલ રાખ્યા છે.

ભરૂચ: દહેજની ગુમાનદેવ કેમિકલ કંપનીમાંથી જ્વલનશીલ સોલ્વન્ટનો મોટો જથ્થો પોલીસે કર્યો સિઝ
X

ભરૂચ એસ.ઓ.જી પોલીસે દહેજ જીઆઇડીસી ગુમાનદેવ કેમિકલ પ્રાઇવેટમાંથી શંકાસ્પદ મિક્સ સોલવન્ટ ભરેલા 427 બેરલમાં 85.400 લીટર 17.08 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.

દહેજ GIDC માં આવેલી ગુમાનદેવ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક દ્વારા પોતાની કંપનીમાં શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટ ભરેલા બેરલ રાખ્યા છે. જે બાતમી એસ.ઑ.જીના પીઆઈ એ.એ.ચૌધરીને મળી હતી જે બાતમીના આધારે પોલીસે સર્ચ કરતા કંપનીમાંથી 427 બેરલ મળી આવ્યા હતા.પોલીસે કુલ 85.400 લીટર શંકાસ્પદ મિક્ષ સોલ્વન્ટનો જથ્થો મળી કુલ 17 લાખનો મુદ્દામાલ સીઝ કરી સેમ્પલ લઈ પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા.મિક્સ સોલ્વન્ટમાં ઇથેનોલ અને મિથેનોલના તત્વો મળી આવ્યા હતા.આ મિથાઇલ આલ્કોહોલ રાખવા માટે નશાબંધી આબકારી અધિકારી પાસે પરવાનગી લાયન્સ લેવાનું હોય છે.તેના ખરીદ વેચાણ અંગે જરૂરી બિલ અને રજીસ્ટર મેન્ટેન કરવાનું હોય છે. તેમજ જ્વલનશીલ હોવાના કારણે સળગી ઉઠવાનો ખતરો હોય છે.ત્યારે સમગ્ર મામલે કંપની પાસે કોઈપણ પ્રકારનું લાયન્સ ન હતું. જેને લઇ એસ.ઓ.જીએ અંકલેશ્વરના આવિષ્કાર બંગ્લોઝમાં રહેતા કંપની માલિક વર્શલ પ્રમોદ પટેલ સામે પ્રોહિબિશન એક્ટની સહિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story