Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પોલ્ટ્રી ફાર્મ એન્ડ ટ્રેડસ એસોસિએશન દ્વારા ચિકન વેચાણના લાયસન્સ બાબતે કલેક્ટરને કરાય રજૂઆત

હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં પરમિશન વગર ચાલતી નોન વેજની દુકાનો સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યાં છે

X

ભરૂચ જિલ્લા પોલ્ટ્રી ફાર્મ એન્ડ ટ્રેડસ એસોસિએશન દ્વારા ચિકનના લાયસન્સ માટેની પ્રક્રિયા મુદ્દે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા પોલ્ટ્રી ફાર્મ એન્ડ ટ્રેડસ એસોસિએશન દ્વારા એક આવેદન પત્ર પાઠવ્યું હતું,

જેમાં જણાવ્યાં અનુસાર હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં પરમિશન વગર ચાલતી નોન વેજની દુકાનો સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યાં છે ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકાઓએ છેલ્લા ઘણા વર્ષોથી લાયસન્સ અને એન.ઓ.સી.રીન્યુ ન કરવાથી એનઓસી તો મળી છે પરંતુ ચીકન સ્લોટીંગમાં કે સ્લોટર હાઉસમાંથી ચીકન ખરીદી કરવા માટે કોઇ સરકાર માન્ય, સ્નાનિક સ્વરાજ્યની સંસ્થા ખાતે નોધાયેલા અને ગુજરાત રાજ્ય પ્રદુષણનું લાઇસન્સ ધરાવતા નહી હોવાથી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.

ચીકનનું વેચાણ બંધ થવાથી ભારે આર્થિક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેવા સમયે માલનું વેચાણ કરવા માટે જ્યાં સુધી સરકાર તરફથી સ્લોટર હાઉસની વ્યવસ્થા નહી થાય ત્યા સુધી દુકાન પર ચીકન વેચાણ કરવાની મંજૂરી આપવાની માંગ કરી છે.

Next Story