Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ માટે ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીને અનુલક્ષીને ભાજપના નિરીક્ષકો દ્વારા દાવેદારો માટેની સેન્સ લેવામાં આવી હતી

X

ભરૂચ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીને અનુલક્ષીને ભાજપના નિરીક્ષકો દ્વારા દાવેદારો માટેની સેન્સ લેવામાં આવી હતી

ભરૂચમાં એક તરફ ગણેશ ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીને અનુલક્ષી રાજકીય માહોલ ગરમાયો છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં 14મી તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે ત્યારે આજ રોજથી દાવેદારોના સેન્સ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા પંચાયત સહિત ભરૂચ, અંક્લેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકા તેમજ ભરૂચ, અંક્લેશ્વર, આમોદ, વાગરા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, હાંસોટ અને જંબુસર તાલુકા પંચાયતમાં વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થવા આવી છે ત્યારે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે તજવીજ હાથ શરૂ કરી દેવામાં આવી છે.ભરૂચ જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ભાજપનું એકહથ્થુ શાસન છે.2021માં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ભારતીય ટ્રાયબલ પાર્ટી અને કોંગ્રેસનો એકકો ભૂંસી નાંખ્યો છે ત્યારે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખના બંગલા ખાતે સેન્સ લેવાનું શરૂ કરવમાં આવ્યું છે અને નીરિક્ષકો તરીકે શબ્દશરણ બ્રહમભટ્ટ, લાલસિંહ વડોદરિયા અને અસ્મિતાબેન શિરોયા હાજર રહ્યા હતા

Next Story