Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ સાથે સરકારી કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, કલેક્ટરને આપ્યું આવેદન...

જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મંડળે સરકાર સામે બાયો ચઢાવી છે.

X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે સરકાર સામે પડકાર જનક વધુ એક આંદોલન શરૂ થઈ રહ્યું છે. જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મંડળે સરકાર સામે બાયો ચઢાવી છે.

સમગ્ર ગુજરાતમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા માટે રાજ્યના સંયુક્ત કર્મચારી મંડળો મેદાનમાં ઉતર્યા છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત અન્ય પ્રશ્નો મુદ્દે પણ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે સામે ચૂંટણીએ કર્મચારીઓ દ્વારા આંદોલનનું હથિયાર ઉપાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ સાથે સયુંકત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આદેશ બાદ ભરૂચ સંયુક્ત કર્મચારી મંડળ દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓએ ઉગ્ર સૂત્રોચાર સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Next Story