ભરૂચ:આંતરરાષ્ટ્રીય મહિલા દિને જ આશાવર્કર બહેનોનું કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન

મહિલા દિવસે જ આશવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરાયું વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા વિરોધ

ભરૂચ:આંતરરાષ્ટ્રીય મહિલા દિને જ આશાવર્કર બહેનોનું કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન
New Update

આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જ આશાવર્કર બહેનોએ વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશાવર્કર તેમજ આશા ફેસિલિએટર બહેનો એકત્ર થઇ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.રાજ્યભરમાં સમાન કામ સમાન વેતનની માંગ સાથે આશાવર્કર બહેનો તેમજ આશા ફેસિલિએટર બહેનોની ઘણા સમયથી લડત ચલાવી રહી છે.

જિલ્લા - તાલુકા કક્ષાએ અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં વહિવટી તંત્ર દ્વારા વિવિધ માંગણીઓને લઇને કોઇ સકારાત્મક અભિગમ નહીં અપનાવાતાં ભરૂચમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિનના દિવસે જ સમાન વેતન,ફિક્સ પગાર,કોન્ટ્રકટ પ્રથા બંધ કરવી સહિતના વિવિધ હકની માંગ સાથે કાળી પટ્ટી ધારણ કરી રજુઆત કરી હતી..

#Bharuch #Women #Bharuch News #વિરોધ પ્રદર્શન #WomensDay #bharuchColletor #Ashavarkar #Womens Day 2022 #Ashavarkar Protest #આંતરરાષ્ટ્રીય મહિલા દિન #આશાવર્કર બહેનો
Here are a few more articles:
Read the Next Article