ભરૂચના રેલ્વે પોલીસ દ્વારા રેલ્વે સ્ટેશન ઉપર થોભો આત્મહત્યા ન કરશો,અમારી મદદ લો,તમે ચોક્કસ સારી રીતે જીવી શકશો,જીવન અમૂલ્ય છે.જેવા સ્લોગન સાથેના લોક જાગૃતિના બેનર લગાવી હેલ્પલાઈન જાહેર કરી લોકની મદદ કરી રહ્યા છે. રેલ્વે ટ્રેન નીચે પડતું મૂકીને કેટલાંય લોકો પોતાનું અમુલ્ય જીવન ટૂંકાવી નાખતા હોવાના અનેક કિસ્સાઓ આપણે જોયા છે.
ત્યારે લોકોના જીવ બચાવવા માટે વડોદરા રેલ્વે પોલીસ યુનિટ અને ભરૂચ રેલ્વે પીઆઈએસ એસ.કે. રાણાના માર્ગદર્શન હેઠળ રેલ્વે સ્ટેશન અને પ્લેટફોર્મ પર થોભો આત્મહત્યા ન કરશો,અમારી મદદ લો,તમે ચોક્કસ સારી રીતે જીવી શકશો,જીવન અમૂલ્ય છે જાતે ટૂંકાવશો નહિ હોવાના જાગૃતિના બેનર લગાવી લોકોને જાગૃત કરી રહ્યા છે.
અને જો કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો રેલ્વે પોલીસે તેમનો હેલ્પલાઈન નંબર 9999666555 અને 18602662345 જાહેર કર્યો છે.જયારે રેલ્વે પોલીસના ઉચ્ચ અધિકારીઓના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.જેથી કોઈ પણ વ્યક્તિને આત્માહત્યાના વિચાર ન આવે અને ભયભીત થયા વગર પોતાની મુશ્કેલીઓ પોલીસ સાથે શેર કરી શકે તે માટે રેલ્વે પોલીસની સરાહનીય કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.