ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણાની વરણી થતા આજરોજ તેઓએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.
આગામી લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 13 જિલ્લામાં નવા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણાની વરણી કરવામાં આવી હતી ત્યારે આજરોજ રાજેન્દ્રસિંહ રાણાએ વિધિવત રીતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ચાર્જ સંભાળ્યો હતો. શાસ્ત્રોકત વિધિ અનુસાર પૂજન અર્ચન કરી તેઓએ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.આ પ્રસંગે મર્હુમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ ભરૂચ નગરપાલિકામાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, આગેવાન હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને એકજૂથ રાખવા માટેનો પડકાર નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પર રહેશે