/connect-gujarat/media/post_banners/a6e69c5e4e4fb8e265b8339231c39635814c02747db8300b48a5f17ec46b389c.jpg)
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં બનાવવામાં આવેલ રાજીવ ગાંધી આવાસ યોજનાના મકાન ખંડદેર બની જતાં લોકોમાં રોષ જોવા મળી રહયો છે ભરૂચમાં સ્લમ વિસ્તારોને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત શક્તિનાથ વિસ્તારમાં આવેલ જે.બી.મોદી પાર્કની સામે સાબુઘર નજીક આવાસનું 10 વર્ષ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યાં સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબોને નગરપાલિકા દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવી હતી.
નવા ઘરમાં સુખ સુવિધાના સ્વપ્ન સાથે ગરીબો રહેવા આવ્યા હતા. પણ સ્વપ્ન એ માત્ર સ્વપ્ન જ રહી ગયું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. ઝૂપડપટીમાં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા સારું ઘર આપવાની વાત કરી ગરીબોને આવાસો ફાળવવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ જ તકલાદી આવાસોની હાલત ખસતા થઈ ગઈ છે.
આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, આવાસો એ પ્રકારના બનાવ્યા છે કે, બારેમાસ મળમૂત્ર સહિતનું પાણી મકાનોમાં પડતા સ્થાનિકોની હાલત કફોડી બની છે.એટલું જ નહીં, અહી ડ્રેનેજ લાઈન, પાણી તદ્દઉપરાંત ઘરોમાં રસોડા સહિતના રૂમોમાં મળમૂત્રનું પાણી બારેમાસ પડતા રહેવાની મોટી તકલીફ પડી રહી છે.