ભરૂચ: દિવ્યાંગ બાળકોએ બનાવેલ રાખડી ભાઈના કાંડે બંધશો તો ખરા અર્થમાં રક્ષાબંધન થશે સાર્થક !

ભાઈ બહેનના પાવન પ્રેમના પર્વ રક્ષા બંધન માટે ભરુચની માનસિક દિવ્યાંગ બાળકોની કલરવ સ્કૂલના બાળકોએ આકર્ષક રાખડીબનાવી છે.જેની ખરીદી કરી બાળકોને પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવી છે

ભરૂચ: દિવ્યાંગ બાળકોએ બનાવેલ રાખડી ભાઈના કાંડે બંધશો તો ખરા અર્થમાં રક્ષાબંધન થશે સાર્થક !
New Update

ભાઈ બહેનના પાવન પ્રેમના પર્વ રક્ષા બંધન માટે ભરુચની માનસિક દિવ્યાંગ બાળકોની કલરવ સ્કૂલના બાળકોએ આકર્ષક રાખડીબનાવી છે.જેની ખરીદી કરી બાળકોને પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને ભવિષ્યમાં આત્મનિર્ભર બની રહે તે માટે અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ રોજગારલક્ષી પ્રવૃતિઓમાં ફાઇલ, ફોલ્ડર,દિવાળીના કોડિયા, બાજ પડીયા, તેમજ વિવિધ કલાત્મક રાખડીઓ બનાવીને તેનું વેચાણ કરવામાં આવે છે.ભરૂચની કલરવ શાળાના દિવ્યાંગ બાળકો અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ રાખડીઓ બનાવી.

રહ્યા છે.જેમાં સુતરના તાતણાવાળી, મોતીવાળી, રૂદ્રાક્ષવાળી, ઓમવાળી, ડાયમંડવાળી સહિતની રાખડીઓ બનાવી રહ્યા છે.આમ બાળકો દ્વારા આત્મસન્માન અને સ્વનિર્ભરતાના ઉમદા હેતુથી અને બાળકો શું શું કરી શકે...? તેવી વાત અને વ્યવસ્થા બદલવા માટે વીરાના કાંડે બાંધવાની રાખડીઓનું સર્જન દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવી રહ્યું છે.જેના આર્થિક ઉર્પાજનથી ભેગી થતી રકમમાથી બાળકોને દિવાળી સમયે ફટાકડા અને મીઠાઈ આપવમાં આવે છે.ભરૂચની જનતાને દિવ્યાંગ બાળકના આ ઉમદા હેતુસરના કાર્યને બિરદાવવા અને આત્મવિશ્વાસ વધારવા ભાઈ-બહેનના હેતભર્યા સબંધમાં દિવ્યાંગ બાળકની રાખડીને સ્થાન આપવા કલરવ શાળાના સંચાલક નિલાબેન મોદીએ અપીલ કરી હતી.

#Bharuch #Gujarat #ConnectGujarat #Childrens #Raksha Bandhan #Divyang #brother's wrist #Kalrav School
Here are a few more articles:
Read the Next Article