Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત જરૂરીયાતમંદ બેહનોને રો-મટીરિયલ અને મશીનનું વિતરણ કરાયું

BAPS સ્વામીનારાયણ મંદિરના સભા ખંડ ખાતે આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત જરૂરીયાતમંદ બેહનોને રો-મટીરિયલ અને મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ : આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત જરૂરીયાતમંદ બેહનોને રો-મટીરિયલ અને મશીનનું વિતરણ કરાયું
X

ભરૂચના BAPS સ્વામીનારાયણ મંદિરના સભા ખંડ ખાતે આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત જરૂરીયાતમંદ બેહનોને રો-મટીરિયલ અને મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસ નિમિતે "આત્મનિર્ભર ભારત યોજના" અંતર્ગત ભરૂચની જરૂરીયાતમંદ બેહનો અને સખીમંડળોને જન-જાગૃતિ લાવી ગૃહ ઉદ્યોગ પોતે કરી શકે અને આત્મનિર્ભર બને તે ભાવના સાથે તેમનું સમાજમાં માન સન્માનથી પગભર થઈ શકે એ હેતુથી શ્રી પવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચના સહયોગથી તાલીમ પામેલ 72 બહેનોને પોતે સ્વરોજગારી પ્રાપ્ત કરી આત્મનિર્ભર બને તે હેતુથી તેમની જરૂરીયાત મુજબ રો-મટીર્યલ અને મશીન વિતરણ કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં BAPS સ્વામીનારાયણ મંદિરના સભા ખંડ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ પદે શ્રી સદ્ વિદ્યામંડળ ભરૂચના ચેરમેન શશીકાંત પટેલ તેમજ નારાયણ વિદ્યાવિહાર શાળાના આચાર્ય મહેશ ઠાકર, પવન ચેરીટેબલ ટ્રસ્ટના ભાવિન પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના સદસ્ય અને દૂધ ધારા ડેરીના ડિરેક્ટર જીજ્ઞેશ પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને લાભાર્થી બહેનો ઉ

Next Story