Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પત્રકારોના પરિજનોને મળશે વિનામુલ્યે સારવાર, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કેમ્પ યોજાયો

ગંભીર બીમારી સહિત મેડિકલ અને સર્જીકલ સારવાર જેવી 1800થી પણ વધુ બીમારીઓની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.

X

ભરૂચ જિલ્લામાં પત્રકારોના પરિજનોને બિમારીમાં વિનામુલ્યે સારવાર મળી રહે તે હેતુથી જિલ્લા આરોગ્ય કેન્દ્ર અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડની નોંધણી અને લાભ આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નોંધાયેલા તમામ કુટુંબના તમામ સભ્યોને કુટુંબ દીઠ વાર્ષિક રૂપિયા 5 લાખ સુધીની વિનામુલ્યે સામાન્ય બીમારીથી માંડીને ગંભીર બીમારી સહિત મેડિકલ અને સર્જીકલ સારવાર જેવી 1800થી પણ વધુ બીમારીઓની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે જ સરકાર દ્વારા નિયત કરેલા પેકેજ મુજબ નિઃશુલ્ક સારવાર તેમજ આવવા-જવાના ભાડા પેટે 300 રૂપિયા પ્રતિ વિઝીટ મેળવી શકાય છે.

જેના ભાગરૂપે દેશનો ચોથો સ્તંભ ગણાતા પત્રકારોને અને તેમના પરિવારજનોને આ યોજનાનો લાભ મળી રહે તે હેતુથી ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ અને માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા માહિતી કચેરી ખાતે પત્રકારો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના કાર્ડની નોંધણી અને લાભ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ.દુલેરા, માહિતી નિયામક ભાવના વસાવા સહિત મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story