ભરૂચ : જુના તવરા ગામે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સભા સત્સંગ કાર્યક્રમ યોજાયો, ગ્રામજનો જોડાયા

ભરૂચ : જુના તવરા ગામે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સભા સત્સંગ કાર્યક્રમ યોજાયો, ગ્રામજનો જોડાયા
New Update

ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા “બીજાના ભલામાં જ આપણું ભલું” પ્રમુખ સ્વામી મહારાજનો જીવન મંત્ર પર વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાન મહંત સ્વામી મહારાજની પ્રેરણા દ્વારા સમગ્ર વિશ્વમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા થઈ રહેલી સેવાકીય પ્રવૃતિઓની વિડીયોગ્રાફી દ્વારા સેવા કાર્યની ઝાંખી કરાવી હતી, ત્યારે ભરૂચના ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ રાવણ અને સબરી બાઈના દ્રષ્ટાંતો આપી બીજાના ભલામાં આપણું ભલું કેવી રીતે થાય જે બાબતે માહિતી આપી હતી.

આ સાથે જ અનેક દ્રષ્ટાંતો આપી આપણે બીજાને મદદરૂપ થઈએ આપણે બીજાનું ભલું કરીએ તો આપણું ભલું ચોક્કસ થાય જ છે, જેવા અનેક દ્રષ્ટાંતો આપી સભામાં આવેલા લોકોને પ્રેરણા આપી હતી. બીજાના સુખમાં આપણે હંમેશા સુખી રહેવું જોઈએ તો જ આપણે સુખી થઈશું કોઠારી સ્વામી ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ આધ્યાત્મિક અનુગામી અને વર્તમાન મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સ્વામિનારાયણ સંસ્થા આજે વિશ્વમાં સામાજિક, આધ્યાત્મિક સેવા કાર્યોમાં દિવસ રાત કાર્યરત છે. આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં તવરા ગામના ગ્રામજનો અને BAPS સંસ્થાના અનુયાયીઓ જોડાયા હતા.

#Bharuch #ConnectGujarat #Juna Tawara village #BAPS Swaminarayan #Sansthan
Here are a few more articles:
Read the Next Article