Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પુરૂષોત્તમ માસ નિમિતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા સત્યનારાયણ દેવની કથાનું કરાયું આયોજન

X

શ્રાવણ અધિકમાસ એટલે શ્રી પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.ત્યારે શહેર અને જિલ્લામાં કથા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ભરુચ ખાતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પુરાણોમાં કહેવાય છે કે વર્ષનો દરેક મહિનો કોઈને કોઈ દેવતા સાથે જોડાયેલો છે. તેથી તેરમાં માસને મળમાસના નામથી ઓળખવામાં આવે છે. જેથી આ મહિનામાં બધા દેવોને પોતાનુ નામ આપવાની વિનંતી કરવામાં આવી પણ બધાએ ના પાડી દીધી. જેનાથી તે દુખી થઈને ભગવાન શ્રી વિષ્ણુજી પાસે ગયા અને તેમણે પોતાનુ નામ આપ્યુ. ત્યારથી તેને પુરૂષોત્તમ માસ કહેવામાં આવ્યું.

આ માસમાં દાન, પુણ્ય અને પ્રભુ સ્મરણનું વિશેષ મહત્વ રહ્યું છે. ત્યારે શ્રી પરશુરામ સંગઠન દ્વારા *શ્રી પરશુરામ સંગઠનના ઓફીસ કાર્યાલય આધ્યા કન્સલટન્સી ખાતે શ્રી સત્યનારાયણદેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રી તરીકે *શ્રી પરશુરામ સંગઠનના ફાઉન્ડર કિરણભાઈ જોશી શ્રી સત્યનારાયણદેવની કથાનું શ્રવણ કરાવ્યું હતું.

આ પ્રસંગે શ્રી પરશુરામ સંગઠનના સભ્યો તેમજ બ્રહ્મબંધુઓ કથામાં જોડાયા હતા અને કથાનું શ્રવણ કર્યું હતું.

Next Story