ભરૂચ : સેગવા સ્થિત કાજી મહેમુદ દરિયાઈ દુલ્હાના ઉર્સની શાનદાર ઉજવણી કરાય, શમા-એ-મહેફિલ કાર્યક્રમ યોજાયો...

મશહૂર કવ્વાલ અનીસ રઇસ સાબરીએ શમાં-એ-મેહફીલમાં સૂફી સંતોની હાજરીમાં કવ્વાલીઓ રજુ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા

ભરૂચ : સેગવા સ્થિત કાજી મહેમુદ દરિયાઈ દુલ્હાના ઉર્સની શાનદાર ઉજવણી કરાય, શમા-એ-મહેફિલ કાર્યક્રમ યોજાયો...
New Update

ભરૂચ તાલુકાના સેગવા સ્થિત કાજી મહેમુદ દરિયાઈ દુલ્હાના ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ શમા-એ-મહેફિલનો પણ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ તાલુકાના સેગવા સ્થિત હજરત કાજી દરિયાઇ મહેમુદ દુલ્હાના ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ ગાદીનશીન સૈયદ જમાલ બાવા, ઝુબેર બાવા, જિયાઉદ્દીન બાવા, પાલેજ સ્થિત ચિશ્તીયા નગરના સૈયદ મોઇનુદ્દીન ફરિદુદ્દીન પીરઝાદાના હસ્તે સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે શમા-એ-મહેફિલનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં મશહૂર કવ્વાલ અનીસ રઇસ સાબરીએ શમાં-એ-મેહફીલમાં સૂફી સંતોની હાજરીમાં કવ્વાલીઓ રજુ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. અંતમાં સલાતો સલામના પઠન અને દુઆઓ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

આયોજિત કાર્યક્રમમાં સેગવા ગામના પૂર્વ સરપંચ ગુલામ નાથા, પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય મલંગખાન પઠાણ, ભેસલી ગામના સરપંચ ઈમ્તિયાઝભાઈ, પૂર્વ સરપંચ સાદીકભાઈ સહિત મોટી સંખ્યામાં અકીદતમંદો ઉપસ્થિત રહ્યાં હતા. ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનો સેગવા દરિયાઇ કમિટી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

#Bharuch #સેગવા #કાજી મહેમુદ દરિયાઈ દુલ્હા #ઉર્સ #શમા-એ-મહેફિલ #કવ્વાલી #અનીસ રઇસ સાબરી
Here are a few more articles:
Read the Next Article