/connect-gujarat/media/post_banners/cc21df765adb1f049702a96d0502c67c529ddcab0f9e2038afcb195a8e07cfa6.jpg)
ભરૂચના પાલેજમાં શોર્ય જાગરણ યાત્રાનું આયોજન
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યોજાયો કાર્યક્રમ
પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ભરૂચના પાલેજ ખાતે શોર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ગત તારીખ ૨૩મી સપ્ટેમ્બરના રોજ બારડોલીથી નીકળેલી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ આયોજિત શોર્ય યાત્રા તાપી તેમજ નર્મદા જિલ્લામાં થઈને ગત રોજ ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી. પાલેજથી યાત્રા પસાર થઈ આગળના આમોદ તરફના રૂટ પર રવાના થઈ હતી.પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બોડી વોર્ન કેમેરાથી પોલીસે ચાંપતી નજર રાખી હતી.સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા સમુદાયના વેપારીઓ સાથે બેઠક કરી હતી.