Connect Gujarat
ભરૂચ

ભરૂચ: શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનનો 8માં વર્ષમાં મંગળ પ્રવેશ; ગૌ પૂજા કરી ઉજવણી કરવામાં આવી

શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનનો આઠમા વર્ષમાં પ્રવેશ, ભૂદેવો દ્વારા ગાય માતાની પૂજા કરી ઉજવણી કરાઇ.

X

ભરૂચ ખાતે શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનને સાત વર્ષ પૂર્ણ કરી આઠમા વર્ષમાં પ્રવેશ કરતાં ભૂદેવો દ્વારા ગાય માતાની પૂજા કરી ઉજવણી કરવામાં આવી હતી.

https://youtu.be/nolOtIq2aBQસનાતન ધર્મમાં ગૌપૂજાનું ઘણું મહત્વ છે, તેમાં પણ શ્રાવણ માસમાં ગૌ પૂજાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે, સાથે પવિત્ર શ્રાવણ માસમાં ભરૂચ ખાતે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન તેના સફળતાનાં સાત વર્ષ પૂર્ણ કરી આઠમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે તે નિમિતે આજરોજ તારીખ 15મી ઓગષ્ટને રવિવારના રોજ જે. બી. મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળ ખાતે ગૌ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજમાં એકતા અને સમાજના ઉત્થાન માટે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન છેલ્લા 7 વર્ષથી ભરૂચમાં કાર્યરત છે. આજરોજ સંગઠન દ્વારા ગૌ પૂજા અને ભગવાન પરશુરામજીની પૂજા કરી ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠનના સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત, ચિરાગભટ્ટ, પૂર્વ પ્રમુખ અમરીશ દવે સહિત બ્રહ્મ અગ્રણી જ્યેન્દ્ર ભટ્ટ, કિરણ જોશી, નવીન પંડ્યા સહીત સભ્યો હાજર રહ્યા હતા.

Next Story