ભરૂચ : ચાદર સાહિબ કસક ગુરૂદ્વારામાં શીખ સમુદાયે કરી ગુરૂનાનક જયંતીની , વિવિધ ધાર્મિક કાર્યક્રમો

ગુરુ નાનકજીને શીખ ધર્મના સ્થાપક અને શીખોના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. તેમનો જન્મ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો,

New Update
ભરૂચ  : ચાદર સાહિબ કસક ગુરૂદ્વારામાં શીખ સમુદાયે કરી ગુરૂનાનક જયંતીની , વિવિધ ધાર્મિક કાર્યક્રમો

શહેર - જિલ્લામાં ગુરૂનાનક જયંતીની ભવ્ય ઉજવણી

ચાદર સાહિબ ગુરૂદ્વારા ખાતે શીખ સમુદાયે કર્યા દર્શન

ગુરૂબાની સહિ‌તના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ભરૂચ જિલ્લામાં સોમવારના રોજ ઠેર ઠેર દેવ દિવાળી અને ગુરુ નાનક દેવજીની જયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના કસક વિસ્તાર સ્થિત ગુરુદ્વારા ખાતે શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં રક્તદાન શિબિર સહિત લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ગુરુ નાનકજીને શીખ ધર્મના સ્થાપક અને શીખોના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. તેમનો જન્મ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો, તેથી દર વર્ષે કારતક પૂર્ણિમાના દિવસને ગુરુ નાનકજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજરોજ ગુરુ નાનક દેવજીની જન્મજયંતી નિમિત્તે ભરૂચના નર્મદા નદી કિનારે આવેલા અને ચાદર સાહિબના નામથી પ્રસિદ્ધ ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોએ ગુરુ નાનક જન્મજયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.

શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકજી ઈ.સ. 1510થી 1515માં ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધી રાહ બતાવવા નીકળ્યા હતા, ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા, જ્યાં તેમણે ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી. આ ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલા ગુરુદ્વારા ચાદર સાહીબ ગુરુદ્વારા નામથી પ્રચલીત થયું છે.

કસક વિસ્તાર સ્થિત ગુરુદ્વારા ખાતે સોમવારના રોજ ગુરુનાનક જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુરૂબાની, પ્રાર્થના સહિત લંગર અને વીશેષમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દિવ-દમણ અને દાદરાનગર હવેલીના સહપ્રભારી દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં શીખ સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories