Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ખ્રિસ્તીબંધુ દ્વારા નાતાલ પર્વની સાદગીપૂર્ણ ઉજવણી, ચર્ચમાં કરાય વિશેષ પ્રાર્થના...

વર્ષ 2021 વર્ષના અંતિમ તહેવાર નાતાલની ભરૂચ શહેરના ખ્રિસ્તીબંધુઓએ સાદગીપુર્ણ માહોલમાં ઉજવણી કરી હતી.

X

વર્ષ 2021 વર્ષના અંતિમ તહેવાર નાતાલની ભરૂચ શહેરના ખ્રિસ્તીબંધુઓએ સાદગીપુર્ણ માહોલમાં ઉજવણી કરી હતી. સાથે જ ચર્ચમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ખ્રિસ્તી સમુદાય દ્વારા ઈશ્વરને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.

કોરોના વાયરસના કારણે છેલ્લા 2 વર્ષથી તમામ સમાજના પરંપરાગત તહેવારોની ઉજવણી સિમિત બની ચુકી છે, ત્યારે ભરૂચ શહેરના ખ્રિસ્તીબંધુઓએ પણ નાતાલની સાદગીપુર્ણ માહોલમાં ઉજવણી કરી હતી. નાતાલ પર્વના અવસરે ખ્રિસ્તીબંધુઓએ તેમના મકાનોને રોશનીથી શણગારી ક્રિસમસ-ટ્રી પણ સજાવ્યા છે, ત્યારે ભરૂચની સેંટ ઝેવિયર્સ સ્કૂલ સ્થિત કેથોલિક ચર્ચ ખાતે નાતાલના દિવસે ખ્રિસ્તીબંધુઓ માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખ્રિસ્તી સમુદાય દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રાર્થના કરવામાં આવી હતી, ત્યારે આજના પાવન અવસરે દેવળમાં હાજર ધર્મગુરૂએ તમામને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી હતી. ખ્રિસ્તી પરિવારોએ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી તમામ સમાજના પરંપરાગત તહેવારોની ઉજવણી સિમિત બની ચુકી છે, ત્યારે ભરૂચ શહેરના ખ્રિસ્તીબંધુઓએ પણ નાતાલની સાદગીપુર્ણ માહોલમાં ઉજવણી કરી હતી. નાતાલ પર્વના અવસરે ખ્રિસ્તીબંધુઓએ તેમના મકાનોને રોશનીથી શણગારવા સહિત ક્રિસમસ-ટ્રી પણ સજાવ્યા છે, ત્યારે ભરૂચની સેંટ ઝેવિયર્સ સ્કૂલ સ્થિત કેથોલિક ચર્ચ, એમીટી સ્કૂલ નજીક આવેલ એબેન એઝેર મેથોડિસ્ટ ચર્ચ તેમજ બંબાખાના-વેજલપુર વિસ્તારમાં આવેલ CNI ચર્ચ ખાતે નાતાલના દિવસે ખ્રિસ્તીબંધુઓ માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખ્રિસ્તી સમુદાય દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રાર્થના કરવામાં આવી હતી, ત્યારે આજના પાવન અવસરે દેવળમાં હાજર ધર્મગુરૂએ તમામને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી હતી. ખ્રિસ્તી પરિવારોએ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Story