New Update
/connect-gujarat/media/post_banners/71bcd060455302b234dc74e0d27a90d5a05b786552390dd1cc53aabeed343ba3.webp)
ભરૂચના જંબુસરની ટંકારી ભાગોળ ખાતે આવેલ હાજી કન્યા શાળામાંથી ચાર કોમ્પ્યુટર મોનિટરની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.
શાળાની કોમ્પ્યુટર લેબ માટે 15 કોમ્પ્યુટરો સરકાર દ્વારા બાળકોના શિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જે શાળાની રૂમમાં મૂકવામાં આવ્યા અને શનિ રવિની રજા હતી તે સમય દરમિયાન નિશાચરોએ હાથ અજમાવ્યો હતો.રૂમનું તાળું તોડી ચાર જેટલા મોનીટરની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories