/connect-gujarat/media/post_banners/c9357537ae3951dcafa7e537d7d9ef388e10841053270d4dc54d4507ee4327c3.webp)
ભરૂચની ડો. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટયૂટ અને જનરલ હોસ્પિટલ-ભરૂચના સહયોગથી કોલેજના ઓડિટોરિયમ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ ઉજવણી કરવામાં આવી હતી. આજે તા. 12મે 2023ના રોજ આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ નિમિત્તે ડો. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટયૂટ અને જનરલ હોસ્પિટલ-ભરૂચના સહયોગથી કોલેજના ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ નિમિત્તે ડો. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સીએમડી ડૉ. મિતેશ શાહે કોવિડ-19 વખતે તમામ નર્સિંગ સિસ્ટર દ્વારા કરવામાં આવેલી સેવાને બિરદાવી હતી. આ સાથે જ હોસ્પિટલમાં દર્દીઓની કાળજીની પ્રશંસનીય કામગીરીના માધ્યમથી આભાર પ્રગટ કર્યો હતો. આ પ્રસંગે સીડીએચઓ ડો. જે.એસ.દુલેરા, ડો. વી.બી.ઉપાધ્યાય, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ રેણુકા બ્રહ્મભટ્ટ, ડો. ગોપીકા મેખીયા, ડૉ. પરાગ પંડ્યા, એન.કે.બેરાવાલા, સિવિલ હોસ્પિટલના તજજ્ઞ, નર્સિંગ સ્ટાફ, ગવર્મેન્ટ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.