Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હોળી ધૂળેટીના પર્વ માટે 108 સેવાની વિશેષ તૈયારી, તહેવારોમાં રહેશે ખડેપગે તૈનાત

હોળી ધુળેટીના તહેવાર દરમ્યાન અનુમાનિત કેસના વધારાને પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી સલામતી પૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે.

X

હોળી ધુળેટીના તહેવાર દરમ્યાન અનુમાનિત કેસના વધારા ને પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી સલામતી પૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે.

ગુજરાતમાં તહેવારોના સમયમાં 108 સેવા હંમેશાં કટોકટી માટે સજજ રહે છે ત્યારે હોળી ધુળેટીના ઉત્સવ માટે પણ 108 ઉપર આવતા ઇમરજન્સી કૉલ્સને અસરકારક રીતે પહોંચી વળવા માટે વ્યૂહાત્મક આયોજન દ્વારા એમ્બ્યુલન્સને મૂકવામાં આવે છે. 108 એમ્બ્યુલન્સનું સ્થાન તેમજ ઈમરજન્સીની પેટર્ન અને છેલ્લા 3 થી ૪ વર્ષ ના તહેવારોના કેસની સંખ્યાને આધારે હોય છે. આ વર્ષે હોળી તહેવારમાં વધારો થનાર ઈમરજન્સી કેસમાં 3 દિવસના માહોલને પગલે રોડ ટ્રાફિકથી અકસ્માતના કેસ વધશે અને અન્ય ઇજાના કેસ જેમ કે પડી જવા, અને શારીરિક હુમલાના કેસમાં પણ વધારો થશે તેવી શકયતા 108 ઇમરજન્સી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેના પગલે ભરૂચ 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા વિશેષ પ્રકારનું આયોજન કરવમાં આવ્યું છે.તહેવારોના સમયમાં 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બનશે.

Next Story