ભરૂચ જિલ્લામાં આગામી તા.૧૧ થી ૨૬ માર્ચ ૨૦૨૪ દરમ્યાન ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા યોજાનાર છે. ત્યારે જિલ્લામાં ધો. ૧૦ નાં ૮૨ બિલ્ડીંગમાં ૨૩૩૮૪ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૧૨ સામાન્ય પ્રવાહની ૩૧ બિલ્ડીંગમાં ૯૫૫૨ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની ૧૯ બિલ્ડીંગમાં ૩૮૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજનનાં ભાગરૂપે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને વીસી બાદ સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની બેઠક મળી હતી.
કલેક્ટર તુષાર સુમેરાએ ધો. ૧૦ અને ધો. ૧૨ (સા.પ્ર./ વિ.પ્ર)નાં વિદ્યાર્થીઓ માટે તણાવમુકત અને હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીમા ચિન્હરૂપ બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા પાપ્ત કરે “તમે એકલા નથી, અમે સૌ સાથે છીએ’’ તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓનાં માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચના સંયુકત ઉપક્રમે શરૂ કરવામાં આવેલી આત્મવિશ્વાસ હેલ્પલાઈન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
સા.પ્ર./ વિ.પ્ર દ્વારા સ્થળ સંચાલકોને પરીક્ષા દરમ્યાન કરવાની કામગીરી તેમજ સુચારૂ આયોજન અંગે PPT દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પરીક્ષા દરમ્યાન CCTV રેકોર્ડીંગ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.