/connect-gujarat/media/post_banners/a57df2918db65d434f2caeeb642ae5e3ce696537a1e536a87f8dd7ff82286406.jpg)
ભરુચ સિવિલ હોસ્પિટલનું આધુનીકરણ
અનેક સુવિધાઓથી સજ્જ થશે હોસ્પિટલ
આધુનિક સુવિધાથી સજજ એમ્બ્યુલન્સ આવશે
દર્દીઓને હવે રિપોર્ટ કરાવવા બીજે જવું નહીં પડે
ભરૃચ જિલ્લાના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે આશીર્વાદ રૂપ બની રહેલ ભરૃચ સિવિલ હોસ્પિટલને ડો.કિરણ પટેલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ટેક ઓવર કરી નવિનીકરણ કરાયું છે. જેમાં અનેક પ્રકારની અધ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
ભરૃચ જિલ્લાના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે આશીર્વાદ રૂપ બની રહેલ ભરૃચ સિવિલ હોસ્પિટલને ડો.કિરણ પટેલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ટેક ઓવર કરી નવિનીકરણ કરાયું છે. ભરુચ સિવિલ હોસ્પીટલની એમ્બ્યુલન્સ ICU ઓન વ્હીલની હાલત ખખડધજ હોવા અંગેના સોશિયલ મીડિયામાં વહેતા થયેલા અહેવાલો અંગે સિવિલ સત્તાધીશો દ્વારા ખુલાસો કરી આધુનિક સુવિધાથી સજજ રૂ.37 લાખ ના ખર્ચે એમ્બ્યુલન્સ વસાવવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ ને ટેક ઓવર કર્યા બાદ અહી આધુનિક સુવિધા ઊભી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે લેબોરેટરી માં પણ એવા કેટલાક ટેસ્ટ માટે સુરત વડોદરા જવું પડતું હતું તે હવે અહી જ થઈ શકે છે આગામી દિવસો માં સિટી સ્કેન ની પણ સુવિધા ઊભી કરવામાં આવનાર છે. અહી જે પહેલા કેસથી લઇ અન્ય નાના નાના ચાર્જ લેવાતા હતા તે બંધ કરી તદ્દન મફત માં સુવિધા આપવામાં આવી રહીં હોવાનો દાવો પણ તેઓએ કર્યો હતો. આમ સિવિલ સત્તાધીશો ના દાવા મુજબ આગામી દિવસો માં જિલ્લા ની જનતા ને અત્યાધુનિક સ્વાસ્થય સુવિધા ઉપલબ્ધ થશે.