Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ કે ગોલ્ડનબ્રિજ પર ફોટોગ્રાફી કરાવવા તમારું વાહન ઉભું રાખ્યું તો હવે ખેર નથી

X

છેલ્લા ઘણા સમય થી ભરૂચ માં જાણે નર્મદા નદી કિનારે જઈ સેલ્ફીઓ લેવાનો ટ્રેન્ડ ચાલ્યો હોય તેમ લાગી રહ્યું છે. લોકો ગોલ્ડન બ્રિજ, નર્મદા મૈયાબ્રિજ અને કેબલ બ્રિજ ખાતે પહોંચી પોતાના વાહનો ઉભા રાખી તસવીરો લેતા નજરે પડે છે. આવા અતિ ઉત્સાહી લોકો ના કારણે બ્રિજ ઉપર ટ્રાફિક તો સર્જાય છે.

એની સાથો સાથ લોકો બ્રિજ થી પડી ના જાય તેવી પરિસ્થિતિ પણ દેખાય છે, આવા લોકો એ આ સમાચાર ચોક્કસ થી વાંચવા જોઈએ કે જો બ્રિજ ઉપર વાહન ઉભો રાખી તસવીરો લેવાની કોશિશ કરશો તો મોટી તકલીફ માં મુકશો કેમ કે હવે ભરૂચ પોલીસ કોઈ પણ કાળે આવા લોકો ને છોડશે નહિ, જો આવી પરિસ્થિતિ માં તમે પકડાસશો તો પોલીસ તમારા વાહન તો કબ્જે લેશેસજ અને મોટા દંડ સાથે કડક કરેવાહી પણ કરશે. બ્રિજ ઉપર વાહન ઉભો રાખવો એક કાનૂની અપરાધ છે અને જવાબદાર નાગિરક ની ફરજ નિભાવી પોલીસ અને પ્રશાસનને સહકાર આપીયે એજ જરૂરી છે.

Next Story