ભરૂચ : ચાસવડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો-પાક પરીસંવાદ યોજાયો...

ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતીમાં ચાસવડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને પાક પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : ચાસવડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો-પાક પરીસંવાદ યોજાયો...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતીમાં ચાસવડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને પાક પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

અનુસૂચિત જનજાતીના ખેડૂતો માટેની (AGR- 3) નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન યોજના અંતર્ગત કૃષિ મેળો અને પાક પરીસંવાદ કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે તાલુકા પંચાયત પ્રમુખના અઘ્યક્ષસ્થાને યોજાયો હતો. યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ-2023ને મિલેટ વર્ષ જાહેર કર્યુ છે, ત્યારે આધુનિક ખેતી સાથે પાક ઉત્પાદન વધે, ખેતીની નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ વધે તેમજ બરછડ ધાન્ય પાકો વિશે લોકોમાં અવેરનેશ આવે અને ભૂલાયેલા પાકોની ફરીથી ખેતી થાય તે અનુસંધાને અનુસૂચિત જનજાતીના ખેડૂતો માટે નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન યોજના અંતર્ગત કૃષિ મેળોનું આયોજન કરવામાં આવ્યુ હતું. પાક પરિસંવાદ સાથે કાર્યક્રમમાં વિવિધ વિભાગના નિદર્શનો સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ કર્યક્રમમાં ઝગડીયા તાલુકા પ્રમુખ રીના વસાવા, શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મહેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories