ભરૂચ : જૂની પેન્શન યોજના-પડતર પ્રશ્ને ઘેલા સોમનાથથી નીકળી શિક્ષકોની શિક્ષા યાત્રા, ભરૂચના 350 શિક્ષકો જોડાયા...

શિક્ષકોની જૂની પેન્શન યોજના સહિતના પડતર માંગણીઓને મુદ્દે ઘેલા સોમનાથથી યોજાયેલી શિક્ષા યાત્રા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવી પહોચી હતી.

New Update
ભરૂચ : જૂની પેન્શન યોજના-પડતર પ્રશ્ને ઘેલા સોમનાથથી નીકળી શિક્ષકોની શિક્ષા યાત્રા, ભરૂચના 350 શિક્ષકો જોડાયા...

શિક્ષકોની જૂની પેન્શન યોજના સહિતના પડતર માંગણીઓને મુદ્દે ઘેલા સોમનાથથી યોજાયેલી શિક્ષા યાત્રા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવી પહોચી હતી. જેમાં ભરૂચ જિલ્લાના 350 શિક્ષકો પણ જોડાયા છે, જેઓએ પોતાની પડતર માંગણીઓ વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ કરી હતી.

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સરકારની સમિતિ સાથે સમાધાન થયા મુજબ 2005 પહેલા નિમણૂંક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તેમજ 2005 બાદ નિમણૂંક પામેલા કર્મચારીઓને CPF કપાત સહિતના વિવિધ મુદ્દાઓનો અમલ ન થતાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રમુખ દિગ્વિજય જાડેજાની આગેવાનીમાં તા. 17 સપ્ટેમ્બરના રોજ ઘેલા સોમનાથથી શિક્ષા યાત્રા નીકળી છે. જે યાત્રા ભરૂચમાં જિલ્લામાં આવી પોહચતા ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ ખાતે જિલ્લા પ્રાથમિક સંઘના શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓએ સ્વાગત કર્યું હતું. ભરૂચના ઝાડેશ્વર ખાતે શિક્ષકો સહિત અન્ય કર્મચારીઓની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો, સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિક્ષા યાત્રાએ ભરૂચમાં રાત્રિ રોકાણ કરીને બીજા દિવસે આગળ જવા પ્રસ્થાન કર્યું હતું.

Latest Stories