ભરૂચ: સરકારી ઇજનેરી કોલેજ ખાતે ટેકફેસ્ટ યોજાયો, 20 કોલેજના 1800 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

સરકારી ઇજનેરી કોલેજ ખાતે સમગ્ર ગુજરાતના ટેકફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યની વિવિધ 20 કોલેજના 1800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

New Update
ભરૂચ: સરકારી ઇજનેરી કોલેજ ખાતે ટેકફેસ્ટ યોજાયો, 20 કોલેજના 1800 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

ભરૂચ જિલ્લાની સરકારી ઇજનેરી કોલેજ ખાતે સમગ્ર ગુજરાતના ટેકફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યની વિવિધ 20 કોલેજના 1800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ભરૂચ જિલ્લાની સરકારી ઈજનેર કોલેજ ખાતે સમગ્ર ગુજરાતના ટેકફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 28 કોલેજના 1800 જેટલાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને 28 જેટલા ઇવેન્ટ્સ યોજવામાં આવ્યા હતા. જેમાં 950 વિધાર્થીઓની ટીમ બનાવવામાં આવી હતી. ભરૂચની સરકારી ઈજનેર કોલેજના 6 ડિપાર્ટમેન્ટ છે જેમાં વિધાર્થીઓએ પોતાની સૂઝબુઝ અને આવડતથી પોતાના પ્રોજેક્ટસ રજૂ કર્યા હતા. ભરૂચમાં આ ઇવેન્ટ કરવાનો હેતુ ભરૂચના વિધાર્થીઓને દહેજ તેમજ આસપાસના વિસ્તારની કંપનીઓમાં પ્રેક્ટિકલ કરવા મળે તેનો છે. ભરૂચની સરકારી ઈજનેર કોલેજમાં તમામ પ્રકારના અલગ અલગ ટેક્નિકલ તેમજ નોન ટેકનિકલ પ્રોજેક્ટ જોવા મળ્યા હતાં.ઉદ્ઘાટન સમારંભમાં આચાર્ય ડો. પી.પી લોઢા વિવિધ ઇન્ડસ્ટ્રીના મહાનુભાવો કોલેજના વિવિધ ખાતાના વડાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories