Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઉત્તર ભારતીયોના મહાપર્વ છઠ પૂજાની તૈયારીઓને દિનકર સેવા સમિતિ દ્વારા અપાયો અંતિમ ઓપ...

ભરૂચ જિલ્લાને કર્મભૂમિ બનાવનાર પરપ્રાંતીય પરિવારો તેમના પરંપરાગત પર્વ છઠ પૂજાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે

X

ભરૂચ જિલ્લાને કર્મભૂમિ બનાવનાર પરપ્રાંતીય પરિવારો તેમના પરંપરાગત પર્વ છઠ પૂજાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે, ત્યારે દિનકર સેવા સમિતિના નેજા હેઠળ ભરૂચના સરદાર બ્રિજ નજીક કનક સંકટ મોચન હનુમાન મંદિરના ઓવરા ખાતે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં વસતા દરેક પ્રાંતના લોકો તેમના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિને જીવંત અને ધબકતી રાખે છે. ઔધોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલાં ભરૂચ જિલ્લામાં દેશના જુદા-જુદા પ્રાંતથી આવેલાં હજારો લોકો સ્થાયી થયા છે. રોજગાર માટે ભરૂચ જિલ્લાને કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારોની રંગેચંગે ઉજવણી કરતાં હોવાથી જિલ્લામાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં 15થી 20 હજાર જેટલા ઉત્તર ભારતીયો વસે છે, ત્યારે ભરૂચમાં દિનકર સેવા સમિતિ દ્વારા વર્ષોથી છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી દિનકર સેવા સમિતિ દ્વારા સરદાર બ્રિજ નજીક આવેલ કનક સંકટમોચન હનુમાન મંદિરના ઓવરા ખાતે છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ દિનકર સેવા સમિતિના આયોજકો દ્વારા નર્મદા ઘાટ પર છઠ પૂજા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ પ્રસંગે દિનકર સેવા સમિતિના પ્રમુખ ડો. જીતેન્દ્ર રાજપુતે જણાવ્યું હતું કે, સમિતિ દ્વારા નર્મદા ઘાટ પર તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. જેમાં રવિવારે સાંજે 4 કલાકે અસ્ત પામતા સૂર્યદેવને અર્ધ્ય અને સોમવારે સવારે 7 કલાકે ઉગતા સૂર્યને સમાજની મહિલાઓ અર્ધ્ય અર્પીને છઠ પૂજાની ઉજવણી કરનાર છે.

Next Story